નાંણા ધીરધાંરના લાયસન્સનો ગેરઉપયોગ કરી ફરીયાદી પાસેથી વધુ વ્યાજ વસુલ કરવા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ.

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

સુરત શહેરના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબ તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીર સેકટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ભગીરથસિંહ ગઢવી “ઝોન-૨” સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચીરાગ પટેલ “સી” ડીવીઝન સાહેબ નાઓએ વ્યાજખોર ઇસમો સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલ.આ કામના આરોપી સંદિપ સુરેશભાઇ પાટીલ નાઓ જે નાંણા ધીરધારનુ લાયસન્સ ધરાવતા હોય જેમા સરકારી ધારાધોરણ મુજબ (શરાફી) ૧.૫ % ના દરે વ્યાજ વસુલ કરવાનુ હોય છે પરંતુ તેઓ નાંણા ધીરધારનુ લાયસન્સ ધરાવતા હોય જેનો ગેર ઉપયોગ કરતા હોય આ કામના ફરીયાદીની પત્ની બિમાર હોય જેથી સને-૨૦૨૨ માર્ચ મહિનામાં આરોપી સંદીપ સુરેશભાઇ પાટીલ નાઓની પાસેથી રૂપિયા ૨૦,૦૦૦/- વ્યાજે લીધેલ જેના બદલામા દર મહિને ૩૯૦૦/- ના આઠ હપ્તા પેટે ચુકવી આપવા જણાવેલ જેના ફરીયાદી પાસેથી બળજબરીથી રૂપિયા ૮૧,૬૦૦/- કઢાવી લીધેલ હોય તેમ છતા રૂપિયા ૧,૦૪,૦૦૦/- બાકી ચુકવવાના કહી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો આચરેલ હોય જે અંગે ફરીયાદીએ આપેલ ફરીયાદ દાખલ કરવામા આવેલ છે.

ઉપરોક્ત સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.દેસાઇ સાહેબ તથા સર્વેલન્સ પો.સ.ઇ. શ્રી એમ.કે.ઇશરાણી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો.કમલેશભાઇ લીલાભાઇ તથા અ.હે.કો.ચિરાગભાઇ પિતામ્બરભાઇ નાઓએ આરોપી સંદિપ સુરેશભાઇ પાટીલ ઉ.વ ૩૪ ધંધો-ફાઇનાન્સ રહે-પ્લોટ નં-૩૩૩ સુખીનગર અમરદીપ મેડીકલની ગલીમાં બમરોલી રોડ પાંડેસરા સુરત મુળગામ-દોગર તા-સહાદા જિ-નંદુરબાર (મહારાષ્ટ્ર) નાને પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ