


સુરત શહેર પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબ તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીર સેકટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ભગીરથ ગઢવી “ઝોન-૨” સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચિરાગ પટેલ “સી” ડીવીઝન સાહેબ નાઓએ ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા ઇસમો વિરૂધ્ધમા કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપેલ.

જે અનુસંધાને ઉધના પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એસ.એન.દેસાઇ તથા || પો.ઇન્સ.શ્રી વી.બી.ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો.મોહનસિંહ રતનસિંહ તથા અ.હે.કો. ચિરાગભાઇ પિતામ્બરભાઇ નાઓને મળેલ બાતમી આધારે ઉધના ખરવરનગર પાસે જાહેર શૌચાલયની પાસે જાહેર રોડ પર એક બોલોરો પીકપ જેનો રજી નં- રજી નં- GJ-19-x-5783 મા ૦૨ પાડા તથા ૦૪-પાડી ફુલ-૦૬ ખીચોખીચ દોરડાથી બાધી અતિક્રુરતા પુર્વક ભરેલ હોઇ તથા ઘાસ-ચારો કે પાણીની વ્યવસ્થા કરેલ ન હોઇ તેમજ ઉપચાર માટે કોઇ મેડીકલ સાધનોની વ્યવસ્થા નહી રાખી આ કામના આરોપી (૧)શેખ મહેબુબ શેખ સુલેમાન કુરેશી ઉ.વ. ૩૮ રહે-મિઠીખાડિ નુરાની મસ્જીદ ગલ્લી નં-૦૧ પાસે લિંબાયત સુરત તથા (૨) ચિસ્સોખાન અલ્લાખાન કુરેશી ઉ.વ.૫૫ રહે,૧૦૩, ઉમિયા રેસીડેંસી કોટ ફળીયુ, રાંદેર મોરા ભાગળ નાઓને પકડી પાડી બન્ને આરોપીઓ વિરૂધ્ધમા ઉધના પો.સ્ટે. ઉધના પો.સ્ટે. B ગુ.૨.નં.૧૧૨૧૦૦૪૭૨૫૦૬૭૪/૨૦૨૫ પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકવવાનો કાયદો-૧૯૬૦ ની કલમ-૧૧ (ડી), (ઇ),(એફ),(એચ) મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોક્ત અધિકારી અને સર્વેલન્સના કર્મચારીઓએ ખુબ જ સારી અને પ્રશંસનિય કામગીરી કરેલ છે.







