

મે, પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર નાઓના NO DRUG IN SURAT CITY ના અભીયાન અંતર્ગત મે.ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેકટર-૦૧ સુરત શહેર તથા મે.નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન-૦૧ તથા મે.મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘બી’ ડીવીઝન સુરત શહેર નાઓએ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.


જે અન્વયે પોલીસ ઈન્સપેક્ટરશ્રી વી.એમ.દેસાઈ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક ફેકી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુધ્ધ કાર્યવાહી કરવા બાબતે સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે સુચના અન્વયે એલ.સી.બી. ઝોન-૦૧ સુરત શહેર તથા સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા સારૂ વર્ક આઉટમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ પો.સબ.ઈન્સ ડી.કે.બોરાણા નાઓને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે, ” નવા કમેલા સંજયનગર પાસે ઘર નં.૨૯૬ માં રહેતી સબાના ઉર્ફે શબુ ફીરોજ પઠાણ નાની માણસો રાખી પોતાના ઘર પાસે માદકપદાર્થ ડ્રગ્સનુ વેચાણ કરે છે.” તેવી બાતમી હકિકત આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકિકતવાળી જગ્યાએ રેઈડ કરતા સદરહુ બાતમી હકિકતવાળી જગ્યા વોચમાં હતા તે દરમ્યાન સદર બાતમી હકિકત વાળા ઈસમને મેફેડ્રોન ડ્રગ્સ ચોખ્ખુ વજન ૪૫.૭૪૦ ગ્રામ જેની કુલ્લ કિં.રૂ.૪,૫૭,૪૦૦/- તથા મેફેડ્રોન ડ્રગ્સ ભરેલ પ્લાસ્ટીકની ખાલી પુશ બેગ કિ.રૂ.00/- તથા મોબાઇલ નંગ-૩ જેની કુલ કિ.રૂ.૧૦,૫૦૦/- તથા આધાર કાર્ડ નં.૦૨ જેની કિ.રૂ.00/- તથા અંગઝડતીના રોકડા રૂ.૩૯,૧૭૦/- તથા એક વાદળી કલરની પ્લાસ્ટીકની થેલીમાં નાની મોટી પ્લાસ્ટીકની પારદર્શક પુશ લોક બેગના બંડલ કુલ ૧૪ જેમા કુલ્લે પુશ લોક બેગ નંગ-૧૪૦૦ જેની કિ.રૂ.૦૦/-તથા લાઇટ બીલ નંગ-૦૧ જેની કિ.રૂ.૦૦/- ગણી શકાય તથા બેટરી સંચાલીત ડીઝીટલ વજન કાંટા નંગ-૦૨ જેમા એક મોટો તથા એક નાનો છે જેની કિ.રૂ.૦૦/-ની ગણી મળી કુલ્લે રૂપીયા-૫,૦૭,૦૭૦/- નો મુદ્દામાલ મળી આવેલ સદર ઈસમો તથા વોંટેડ ઈસમ વિરુધ્ધ NDPS એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી “ NO DRUG IN SURAT CITY ” અભીયાન અન્વયે માદક પદાર્થ કેફી દ્રવ્યોનુ વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુધ્ધ
કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે.







