
સુરત, તા. ૨૬ એપ્રિલ ૨૦૨૫

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં મર્ડરના ગંભીર ગુનામાં સંડોવાયેલા પાંચ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી છે.
પોલીસ કંટ્રોલરૂમમાથી કોલ મળ્યો હતો કે ઉન પાટીયા વિસ્તારમા પ્લેટીનીયમ પ્લાઝા સામે આવેલા ખુલ્લા પ્લોટમા એક ઇસમનુ મૃતદેહ મળ્યું છે. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી. મૃતકની ઓળખ અનસ ફકરુદ્દિન શેખ (ઉમર ૧૬ વર્ષ), રહેવાસી ઘર નં-૩૦૨, આસ્માનનગર, ઉન પાટીયા, ભેસ્તાન, સુરત તરીકે કરવામાં આવી.
ભેસ્તાન પોલીસ સ્ટેશને ગુ.ર.નં. ૧૧૨૧૦૦૭૦૨૫૦૫૭૫/૨૦૨૫ હેઠળ બી.એન.એસ. કલમ ૧૦૩(૧) મુજબ ગુનો નોંધ્યો હતો.
મહાનગરના પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમિશ્નર, નાયબ પોલીસ કમિશ્નર અને મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.પી.ગામેતી અને શ્રી જે.એમ.સોલંકીની નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચુસ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસની અલગ અલગ ટીમોએ કામ કરીને પાંચ બાળ કિશોરોને શોધી કાઢ્યા અને પુછપરછ કરતાં ગુનાની કબૂલાત પણ મળી હતી.
આ સમગ્ર કામગીરીમાં પો.સ.ઇ. એસ.જી. ચૌહાણ, એએસઆઈ રીતેશભાઈ મોહનભાઈ, એએસઆઈ સુરેન્દ્રકુમાર પીરાજીભાઈ સહિત વિવિધ પોલીસ અધિકારીઓ અને જવાનોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.







