
રૂપિયા ૬૦ લાખના યાર્નની કાપડ ચિટીંગના મહીધરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં સને- ૧૯૯૨ (૩૪ વર્ષથી) નાસતા ફરતા આરોપીને છત્તીસગઢ રાજય ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ.


સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં ગુનાઓ આચરી લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુરત શહેર ક્રાઈમની અલગ-અલગ ટીમો વર્ક આઉટમાં હતી.

દરમ્યાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ હકીકત આધારે છત્તીસગઢ રાજયના રાયપુર ખાતેથી આરોપી નામે- બબ્બુ લક્ષ્મણ ધોબી ઉ.વ.૫૯ ધંધો- ટ્રક ડ્રાઈવર હાલ રહેવાસી ગામ-બરાસાત તા.થાના- નવોસ્તા જી.કાનપુર (ઉત્તરપ્રદેશ) નાને ઝડપી પાડેલ છે મજકુર આરોપી મહીધરપુરા પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૩૦/૧૯૯૨ ઈ.પી.કો. કલમ ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૭, ૪૧૧, ૧૨૦(બી) મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીનો કબ્જો મહીધરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.

ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે, હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીતોએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી ગુનાહીત કાવતરૂ ઘડી કાઢી બોગસ ટ્રક નંબર UMO 3446 તથા UAJ 9193 ના ટ્રકના ખોટા કાગળો બનાવી, ખોટી નંબર પ્લેટ લગાવી સુરત થી બનારસ લઈ જવા સારું રૂપિયા ૬૦ લાખનો જરી કાપડ યાર્નનો માલ ભરી ગઈ તા.૧૯/૦૧/૧૯૯૨ ના રોજ લઈ ગયેલ અને જે માલ બનારસ ખાતે નહી પહોંચાડી બંને ટ્રકોનો માલ બારોબાર વેચી દઈ વિશ્વાસઘાત કરી ગુનો આચરી નાસી ગયેલ હતા. સદર ગુનામાં હાલ પકડાયેલ આરોપી નાસતો ફરતો હોય નામદાર કોર્ટ દ્રારા સી.આર.પી.સી. કલમ- ૭૦ મુજબનુ વોરંટ ઈશ્યુ કરવામા આવેલ.







