સાયબર ક્રાઈમ સેલ પોલીસે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી સારા વળતરની લાલચ આપતી ટોળકીના સભ્યને ઝડપી પાડ્યો

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે ખોટી કંપનીઓ ઉભી કરી શેરમાર્કેટમા ઇન્વેસ્ટમેન્ટ કરી સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી બેંક એકાઉન્ટ તથા આંગડીયા મારફતે રૂપિયા મેળવી લઇ લોકો સાથે દુબઈ ખાતેથી સાયબર ક્રાઈમ આચરતી ગેંગના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્કેટમા ઇન્વેસ્ટમેન્ટ સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી બેંક એકાઉન્ટ તથા આંગડીયા મારફતે રૂપિયા મેળવી લઇ લોકો સાથે દુબઈ ખાતેથી સાયબર ક્રાઈમ આચરતી ગેંગના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાયબર ક્રાઈમ સેલ પોલીસે તારીખ ૨૧/૦૬/૨૦૨૫ના રોજ ઉતરાણ વિસ્તારમાં આવેલ ઇનોવેટીવ ટ્રેડ ઓફીસમાં રેડ કરી હતી. ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઈ કરવામાં આવતી હતી. હાલ પોલીસે અજય ઉર્ફે ગોપાલ રાજેશભાઈ રશિકભાઈ ભીંડીની ધરપકડ કરી છે. અગાઉ આ ગુનામાં પોલીસે ડેનીશ ઉર્ફે હેમલ નવીનચન્દ્ર ડાયાલાલ ધાનક , જયસુખભાઈ પટોળીયા અનેત યશકુમાર પટોળીયાની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ રાજ્યમાં કુલ ૧૭૧ ફરિયાદ નોંધાયેલી છે.

આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ્લ ૧૪ કરોડ ૩૮ લાખથી વધુના ટ્રાન્જકશન થયા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી ઠગાઈ કરતા હતા.

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ