


સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું
આરોપી 26 વર્ષીય સોનુકુમાર રાજધીરજ વર્મા, જે મૂળ પુરે શીતલ કુર્મી, મંગૌલી, દૌલતપુરા નિસુરા, જગદીશપુર, અમેઠી, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. હાલ સુરતના ઉધના વિસ્તારમાં 91, 92, 93 હિરાચંદ ઇન્ડસ્ટ્રીઝ, સુરત રક્તદાન કેન્દ્રની સામે રહેતો હતો, તેણે ભોગ બનનાર સગીરા સાથે મિત્રતા કેળવી હતી. આ મિત્રતાનો લાભ ઉઠાવી, તેણે સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
આરોપીની વોચ ગોઠવી તેને તેના વતનમાથી ઝડપી પાડ્યો.
આ કૃત્યના પરિણામે, સગીરા ચાર માસની ગર્ભવતી બની હતી. આ હકીકત સામે આવતા જ આરોપી સોનુકુમાર પોતાના વતન શીતલ કુર્મી, મંગૌલી, દૌલતપુરા નિસુરા, જગદીશપુર, અમેઠી, ઉત્તર પ્રદેશ ખાતે નાસી છૂટ્યો હતો. ખટોદરા પોલીસને મળેલી બાતમીના આધારે, એક ટીમ જગદીશપુર, અમેઠી ખાતે રવાના કરવામાં આવી હતી. પોલીસે આરોપીની વોચ ગોઠવી તેને તેના વતનમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને સુરત લાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.







