સુરત શહેરમાં RTOની બોગસ રસીદોથી જપ્ત વાહનો છોડાવનારનો સૂત્રધાર પકડાયો

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

આરટીઓ મા દંડ ભર્યા અંગેની બોગસ રસીદો બનાવતા હત

રસીદો બનાવી ટ્રાફિક પોલીસે જપ્ત લીધેલા વાહનો બારોબાર છોડાવી દેતા.

કૌભાંડમાં છ મહિનાથી વોન્ટેડ સુનિલ શર્માને સરથાણા પોલીસે પકડી પાડ્યો.

ઉધના લંબે હનુમાન ખાતે એક ઓટો રિક્ષા છોડાવવા માટે ત્રણ યુવકો આવ્યા હતા. 

પોતાના નામ વિશાલ, ક્રિષ્ણા અને સુનિલ જણાવ્યા હતા.

આરોપી વિશાલે RTO ભર્યાની સ્લીપ રજૂ કરી હતી.

તપાસ કરતા સ્લીપ ખોટી હોવાનું જણાયું હતું.

તેમજ અન્ય વાહન માલિક દ્વારા ભરાયેલા દંડની વિગતો મળી હતી.

આરોપીઓએ કુલ ૨૯ જેટલા વાહનો ખોટી રસીદ રજૂ કરીને છોડાવવાનું બહાર આવ્યું હતું 

છેલ્લાં એક વર્ષના સમયગાળામાં વિશાલ, ક્રિષ્ણા, સુનિલ સહિતની ઠગ ટોળકી આ રીતે ગોલમાલ કરી આરટીઓ અધિકારીની બોગસ સહી કરી ૨૯ વાહનો છોડાવી ગઈ હતી.

 

ભેજાબાજોએ સરકારી તિજોરીને રૂ. ૨.૩૮ લાખનો ચૂનો ચોપડ્યો હતો.

 

સરથાણા પોલીસમાં નોંધાયેલા આ ગુનામાં છ મહિનાથી ફરાર સુનિલ શ્રીવાસ્તવ શર્માને પકડી પાડયો

 

રિક્ષાચાલક સુનિલની સઘન પૂછપરછ હાથ ધરાઇ

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ