

અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના બંધ મકાનનું તાળુ તોડી સોનાના દાગીના તથા એક્ટીવા ચોરી કરતા રીઢા ગુનેગારને કુલ્લે ૧,૩૦,૯૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ

ગઇ તા.૦૬/૦૭/૨૦૨૫ ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસાડ આવાસ ખાતે રાત્રી સમય દરમ્યાન ફરીયાદીશ્રીના ઘરના દરવાજાનો લોક તોડી રોકડા રૂપીયા, સોના ચાંદીના દાગીના, તથા બિલ્ડીંગ સામે પાર્ક કરેલ એક્ટીવા મોપેડ મળી કુલ રૂપીયા ૨,૦૮,૪૫૦/- ની મત્તાની ચોરી થયેલ જે બાબતે સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ થયેલ
જે અનુસંધાને પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી કાઈમ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ બ્રાય નાઓએ ઘરફોડચોરી, વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે ક્રાઈમબ્રાચની ટીમ પ્રયત્નશીલ હતા, દરમ્યાન બાતમી હકીકત આધારે આરોપી મનિષ ઉર્ફે આઝાદ 5/0 સુભાષભાઈ પાંડે ઉ.વ-૩૪ રહેવાસી- ઘર નંબર-૧૯૨, શિવમ રો હાઉસ મેરીમાતા સ્કુલની પાછળ પાંડેસરા સુરત મુળરહે-ભવાનીપુર, તા,થાના,ગોપીગંજ જીલ્લો ભદોઈ (ઉત્તરપ્રદેશ) ને અઠવા ગાંધીબાગ સામે જાહેર રોડ પરથી પકડી પાડી તેની પાસેથી આ ગુનાના ચોરીના અસલ મુદ્દામાલના સોનાના દાગીના કુલ્લે કિ.રૂ. ૧,૦૫,૯૬૦/- તથા એક્ટીવા મોપેડ કિંમત રૂપીયા ૨૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૩૦,૯૬૦/- ના મુદ્દામાલ રીકવર કરવામા આવેલ અને અમરોલી પોલીસ સ્ટેશનનો ઉપરોક્ત વણશોધાયેલ ગુનો ડીટેક્ટ કરવામા આવેલ છે,
આ પકડાયેલ આરોપીની વધુ પુછપરછ કરતા તેને મોજશોખ કરવા રૂપિયાની જરૂર પડે ત્યારે રાત્રી સમય દરમ્યાન બંધ મકાનનુ તાળુ તોડી રોકડ રૂપિયા, સોના-ચાંદીના દાગીનાની ચોરીઓ કરતો આવેલ છે તે અવાર નવાર સુરત શહેરના અગલ અલગ પોલીસ સ્ટેશનમા ચોરીઓના ગુનામા પકડાઈ ચુકેલ છે, અને બે દિવસ પહેલા રાત્રીના સમયે અમરોલી કોસાડ આવાસ ખાતેના બંધ મકાનનુ તાળુ પોતાની પાસેના પેચીયા વડે તોડી ઘરમા પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા બીલ્ડીંગની સામે પાર્ક કરેલ એક્ટીવાની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે,
> કબ્જે કરેલ મુદામાલ.
(૧) એકટીવા મોપેડ નંબર GJ-05-NJ-3873 કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- (૨) સોનાના મંગળસુત્રનુ પેન્ડલ નંગ-૦૧ (૩) સોનાના મંગળસુત્રના દાણા નંગ-૨૪ (૪) સોનાની લટકણી બુટ્ટી જોડી-૦૧ (૫)સોનાનુ ઓમ ડીઝાઇનવાળુ પેન્ડલ-૧ (૬) સોનાની વીટી નંગ-૦૧ (૭) સોનાની જડ -૦૪ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા ૧,૩૦,૯૬૦/-







