સુરત મનપામાં આમ આદમી પાર્ટીના 12 પક્ષપલ્ટુ સભ્યોનું સભ્ય પદ કાયમ રહેશે?

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ આપી અત્યંત મહત્વની જાણકારી.

જેના અંતર્ગત વર્ષ 2021 માં સુરત મહાનગર પાલિકા ની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા ઉમેદવારો ઉપર પ્રજાએ ભરોષો રાખી વિપક્ષમાં બેસાડવા આદેશ આપેલ. પરંતુ, સામ,દામ,દંડ,ભેદ ની નીતિ અપનાવાતા યેન કેન પ્રકારે આમ આદમી પાર્ટીના 12 જેટલા વિજેતા ઉમેદવારો કેસરિયો ખેસ ધારણ કરી પક્ષ બદલવામાં સફળ રહયા હતા. જેની સામે કાયદાકીય લડત સતત ચાલુ રાખેલ. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે આ લડાઈ સત્ય અને અસત્ય ની વચ્ચેની છે. અમારા ઉપર લોકોએ જે ભરોષો રાખ્યો છે અને અમને જે જવાબદારી સોંપી છે તે અમે નિભાવતા રહેશુ. આ ભાગ રૂપે જે 12 ક્રોપોરેટરોએ પ્રજા અને પક્ષ સાથે જે દ્રોહ કર્યો તે માટે કાયડાકીય લડતના ભાગ રૂપે પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી અને દંડક શોભના કેવડિયાએ પક્ષાંતર ધારા ની જોગવાઈ અનુસાર ગાંધીનગર માં સંબંધિત વિભાગમાં નામોદિત અધિકારીને આ સભ્યોનું સભ્યપદ રદ થાય તે માટે અરજી કરેલ, જેનો સ્વીકાર 29/12/2023 ના રોજ થયેલ અને 16/01/2024 ના રોજ તમામ પક્ષકારોને બોલાવી, સાંભળી અગાઉની કાર્યવાહી હાથ ધરાશે. હવે જોવાનું એ રહેશે કે શું પક્ષ પાલતુ સભ્યોનું સભ્યપદ રદ થાય છે?

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ