
ગુજરાત વિસાવદર બેઠકના આપ ના ધારાસભ્ય ભુપત ભાયાણીએ નો 14-12-2022 ના રોજ એક સ્ટેજ ઉપર થી કહેલું કે મારુ ગોત્ર ભાજપ છે. ત્યારે એક કાર્યકરે ત્યાં સુધી કહ્યું હતું કે તમે પાકિસ્તાન જશો તો અમે સાથે આવશું પણ ભાજપમાં ક્યારે નહિ આવીએ.

છેલ્લા ઘણા સમયથી ચર્ચા માં રહેલ વિસાવદર આપના આ ધારાસભ્યે આજ રોજ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ને સુપ્રત કર્યું. તેમણે આ અંગે એક વર્ષ અગાઉ આ બાબતે સંકેત આપી દીધેલ. આમ હવે જો તેમનું રાજીનામુ સ્વીકારવામાં આવશે તો વિસાવદર બેઠક ખાલી પડી શકે.

આ સમગ્ર ઘટના ને લઇ આપના રાષ્ટ્રીય નેતાએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી અને કહ્યું કે અમે સતત સંઘર્ષ કરતા રહીશું, જે મર્દ છે તે આ પાર્ટીમાં રહેશે. નામર્દો ભાગી જશે.વધુ માં કહ્યું કે સત્તા પક્ષ સતત વિપક્ષ ને પાડી દેવાના પ્રયત્ન સતત કરતા રહયા છે. ભુપત ભાયાણીએ વિસાવદર વિધાનસભાના આપ ના કાર્યકર્તા અને પાટીદારો સાથે વિશ્વાસઘાત કર્યો.
આપ ના અન્ય ધારાસભ્ય ઉમેશ માકવાણાં એ આક્ષેપ લગાવેલ કે ભાજપ યેનકેન પ્રકારે અન્ય ધારાસભ્યો ને દબાવવા અને ખોટા કેસો કરી માનસિક ત્રાસ આપે છે અને એમ રીતે હેરાન કરે છે.
વિસાવદર ના લોકો માં આ બાબતે ખુબજ આક્રોશ વ્યક્ત કરી આક્રોશ ઠાલવ્યો. લોકો એ કહ્યું કે જો ભાજપજ પીતી હોત તો અમે ભાજપનેજ માટે નહિ આપ્ટે, અમને ખમીરવંતા અને લોકોના કામ કરી શકે એવા નેતા જોઈતા હતા એટલે આમ આદમી પાર્ટી ને સ્વીકારેલ, વિસાવદરના લોકો પક્ષપલ્ટાને ક્યારેય સ્વીકારતી નથી, આમ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.






