ચૂંટાયેલા પ્રતિનિધીઓ, વૉર્ડ અને નપામાં જઈને કામ કરાવો, મુખ્યમંત્રીની શ્રી ભુપેન્દ્ર પટેલ.

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

અમદાવાદ મનપા ને 735, સુરત ને 569, રાજકોટ ને 172 કરોડ તેમજ જામનગર મનપા ને 109 કરોડ. જયારે ભાવનગર,જૂનાગઢ,ગાંધીનગર નપા ને અનુક્રમે 94, 31, 37 કરોડ ફાળવવામાં આવ્યા અને રાજ્ય ની શહેરી વિકાસ સત્તા મંડળો ને 58 કરોડ ફાળવવામાં આવ્યા.

આ ચેક ફાળવણી ના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ખાસ ધ્યાન દોરતા ચૂંટાયેલી પાંખ ના ધારાસભ્યો સહીત ના અન્ય તમામ પ્રતિનિધિઓ અને હોદેદારોને કહ્યું કે આપના મતવિસ્તારમાં લોકો ના કામો કરવા ઉપર ખાસ ધ્યાન આપો.તેમણે એ પણ કહ્યું કે તમે કોઈ સંવૈધાનિક પદ ઉપર બેસો અને પછી જે વોર્ડ કે મતવિસ્તાર માં થી ચૂંટાયા હોય એજ વોર્ડ કે મતવિસ્તાર નું કામ કરવાનું એવું ના હોય.

તેમણે કહ્યં કે કોઈ કામ એકાદ બે મહિના મોડું થાય તો વાંધો નહિ, પરંતું કામ ની ક્વોલિટી માં કોઈ કસર ન રેહવી જોઈએ.

ગાંધીનગર માં વીકસીત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન મુખ્યમંત્રી શ્રી એ કહ્યું કે એક રૂપિયો પણ આમ નો તેમ ન થવો જોઈએ, મતલબ જે કામ માટે રૂપિયા ની ફાળવણી થઈ છે તેજ કામ માં ઉપયોગ કરવો બીજા કામ માં નહિ.

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ