દેશમાં જાતિ આધારિત ભેદભાવો વધ્યા તે ચિન્તા જનક બાબત છે.

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

ઘણા સમયથી દેશ માં જાતિ આધારિત ભેદભાવો ચાલતા આવ્યા છે, પરંતુ હાલ માં આ ભેદભાવોમાં ઉછાળો આવ્યો છે. આપણે કઈ દિશામાં જય રહયા છીએ? એક તરફ વિકાસ, આધુનિકતા ની વાતો કરવામાં આવે ને બીજી તરફ જાતિગત અપરાધ, અત્યાચાર નું પ્રમાણ વધી રહ્યું છે. આજે સુપ્રીમ કોર્ટે આ બાબતે

મહારાષ્ટ્રના કલ્યાણના સુકન્યા શાન્તાની PIL ની સુનાવણી ની અંતર્ગત સ્વીકાર્યું કે ભારત દેશની જેલમાં પણ હજુ જાતિગત ભેદભાવ નું પ્રમાણ જોવા મળે છે અને અત્યાચાર થતા જોવા મળી રહયા છે. તેમજ જેલમાં જાતિગત ભેદભાવ મુજબ કામકાજ સોંપવામાં આવતા હોવાના પણ કિસ્સા જોવા મળી રહયા છે.

વરિષ્ઠ એડવોકેટે જણાવ્યું કે રીઢા ગુનેગારો સાથે અલગ વર્તન કરવામાં આવે છે અને તેમની સાથે અલગ વ્યવહાર કરવામા આવે છે.
સુપ્રીમ કોર્ટે ભારત દેશમાં ચાલી રહેલા જાતિગત ભેદભાવની પ્રથા માટે કેન્દ્ર સરકાર તેમજ 11 રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ જવાબ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, પંજાબ, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ તેમજ તેલંગાણા પાસેથી માંગવામાં આવ્યો છે.

કોર્ટે એડવોકેટ એસ.મુરલીધરન ને તમામ જેલના નિયમો એકત્રિત કરવા કહ્યું અને અભ્યાસ કરી 4 અઠવાડિયામાં વિગત આપવા કહ્યું જેથી ચુકાદો આપી શકાય.

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ