સુરત: સરથાણામાં દોરીનું વેચાણ કરનારાને પોલીસ દ્વારા માર મારવાના વાયરલ થયેવા વીડિયો અંગે થયો ખુલાસો

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

સુરતના સરથાણા વિસ્તારમાં પતંગ અને દોરીનું વેચાણ કરતા બે યુવકોને પોલીસ દ્વારા મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ કરવાની ઘટનામાં સરથાણા પોલીસ દ્વારા આ મામલે પોલીસની બદનક્ષી કરવાનો પ્રયત્ન કરનારા અને વિડીયો વાયરલ કરનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં પોલીસની ખોટી રીતે બદનક્ષી કરાતી હોવાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થયો હતો.જે મામલે પણ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે

એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે હાલ જે એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે તેમાં પોલીસ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જે તમામ આક્ષેપો પાયા વિહોણા અને તદ્દન ખોટા છે. વાયરલ વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ની અંદર જ મુકેશ સોલંકી ને દારૂ પીવડાવવામાં આવ્યો છે..જે બાબત તદ્દન ખોટી છે. પોલીસે સમગ્ર બાબતની અંદર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોતાની ફરજ નિભાવી છે. જે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો છે તે વીડિયો વાયરલ કરનાર સામાજિક કાર્યકર અને એડવોકેટ મેહુલ બોઘરા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાં જે પ્રકારનો વિડીયો ખોટી રીતે વાયરલ કરાયો છે ,તે વિડીયો વાયરલ કરનારા લોકો વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.વાયરલ વિડીયો મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરાશે. વાયરલ વિડીયો કરવામાં જે કોઈ લોકો પણ સામેલ હશે તેમાં તમામ લોકો વિરુદ્ધ કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે

 

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ