
સુરત બ્રેકિંગ ન્યૂઝ,
શહેરના સિંગનપોર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ત્રિવેણી સોસાયટીમાં રહેતા પતિ પત્ની વચ્ચે તકરાર નોં કરૂણ અંજામ
પતિએ પત્નીને ધારિયા વડે હત્યા કરી પોતે ગળે ફાંસો ખાઇ લીધો..

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નરેશ ભાઈ ઉમર 50 ત્રિવેણી સોસાયટીમાં રહેતા હતા રાત્રિ દરમિયાન પતિ પત્ની વચ્ચે તકરાર થતાં આવેશમાં આવી જઈ નરેશ ભાઈ એ પોતાની પત્ની જમના બેન 45 ની હત્યા કરી તેઓએ જાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસની મચી ગઈ છે.
પોલીસ ધ્વારા બન્ને ની ડેડ બોડી ને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવા મા આવી છે.
મૃતક ને બે પુત્રો અને એક પુત્રી છે. પુત્રો કબડ્ડી ની હરીફાઈ મા ભાગ લેવા હરિયાણા ગયા હોવાની વિગતો સામે આવી છે.
હાલ તો પોલીસે હત્યા અને આત્મહત્યા હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે







