


નો અર્થ માત્ર હેડલાઇટ્સના ડિપર મોડ સાથે જોડો છો, તો તમે ખોટા છો. અહીં આ વીસે અત્યંત મહત્વ પૂર્ણ માહિતી આપને જાણવા મળશે.
“Use Dipper at Night” ટ્રકો પર લખેલું સ્લોગન એ ટાટા મોટર્સના 2016ના એક અત્યંત મહત્વના એક અભિયાનનો ભાગ છે.
ટ્રકોના પાછળ લખેલા આ સ્લોગનનો સીધો અર્થ એ છે કે, રાત્રે ડ્રાઇવિંગ દરમિયાન હાઇ બીમની જગ્યાએ ડિપર (લો બીમ) નો ઉપયોગ કરો. કે જેથી રસ્તા પર અન્ય વાહન ચાલકોને વધારે પ્રકાશથી આંખો અંજાવામાં બચાવી શકાય અને ટ્રક ડ્રાઇવરોને સલામત ડ્રાઇવિંગમાં મદદ મળે. જ્યારે સામેથી કોઈ વાહન આવી રહ્યું હોય, ત્યારે ડિપરનો ઉપયોગ કરવાથી તેના ડ્રાઇવરની આંખો પર સીધો પ્રકાશ નથી પડતો, જેના કારણે અકસ્માતની સંભાવના ઓછી થાય છે. પરંતુ આટલું જ નથી.
ચાલો વિગતે સમજીએ કે ટ્રકો પર ‘Use Dipper at Night’ કેમ લખવામાં આવે છે અને તેનો સાચો હેતુ શું છે.
આ લાઇન દરેક ટ્રકની પાછળ જ કેમ લખેલી હોય છે? હકીકતમાં, તેની પાછળ એક વધુ કારણ છુપાયેલું છે, જે માર્ગ સલામતીથી ઘણું અલગ છે. આ વાત માત્ર હેડલાઇટ્સના ઉપયોગની સલાહ આપવા માટે નથી. હકીકતમા, આ એક મોટા જાગૃતિ અભિયાનનો ભાગ છે, જે ટાટા મોટર્સે વર્ષ 2016 મા શરૂ કર્યો હતો.
એક ભારતીય કોન્ડોમ બ્રાન્ડ ‘Dipper’ નું પ્રમોશનલ સ્લોગન પણ છે. આ અભિયાન ટ્રક ડ્રાઇવરો વચ્ચે સલામત યૌન સંબંધો અને યૌન સંચારિત રોગો (STD) થી બચાવને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામા આવ્યુ હતુ.
ભારતમા ઘણા ટ્રક ડ્રાઇવરો એડ્સ (AIDS) અને અન્ય યૌન સંચારિત બીમારીઓથી પીડિત છે. તેનું મુખ્ય કારણ એ છે કે, તેઓ લાંબા સમય સુધી પરિવારથી દૂર રહે છે અને અસુરક્ષિત યૌન સંબંધો બાંધે છે, જેના કારણે તેમના આરોગ્ય પર ખરાબ અસર પડે છે. આ બાબત ધ્યાનમા રાખીને ટાટા મોટર્સે ‘Dipper’ નામથી એક વિશેષ કોન્ડોમ બ્રાન્ડ લોન્ચ કર્યો અને તેને ટ્રક ડ્રાઇવરો વચ્ચે રજૂ કર્યુ હતું.
ટાટા મોટર્સે હિન્દુસ્તાન લેટેક્ષ લિમિટેડ (HLL) સાથે મળીને ‘Dipper’ કોન્ડોમ બનાવ્યા. આ કોન્ડોમની પેકેજિંગ ટ્રકોના પાછળ લખેલા ‘Use Dipper at Night’ સ્લોગન જેવી જ હતી, જેથી તે ટ્રક ડ્રાઇવરોને આકર્ષિત કરી શકે. આ અભિયાન હેઠળ હજારો ટ્રક ડ્રાઇવરોને મફત કોન્ડોમ વિતરણ કરવામા આવ્યા અને તેમને સલામત સંબંધોના મહત્વ વિશે માહિતી આપવામાં આવી.
ભારતમા આ સ્લોગન માત્ર ટ્રકોની ઓળખ જ નહીં પરંતુ એક સામાજિક સંદેશ પણ બની ગયું. આ એક અનોખું ઉદાહરણ છે કે, કેવી રીતે એક નાની લાઇન દ્વારા લાખો લોકો સુધી જાગૃતિ ફેલાવી શકાય છે
આમ આ સૂત્ર માત્ર માર્ગ સલામતી જ નહીં, પરંતુ આરોગ્ય સુરક્ષાને પણ પ્રોત્સાહન આપે છે.
આવી રસપ્રદ માહિતી માટે અમારી ચેનલ મિત્રમ ન્યૂઝ ફોલો કર્રો અને માહિતી શેર કરો.







