
ફરિયાદી અલગ અલગ સમયે 2.30 લાખ વ્યાજે લીધા હતા,વ્યાજખોરએ 20 ટકા લેખે વ્યાજે રૂપિયા આપ્યા હતા

2.30 લાખ સામે 22 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી.
રકમ કરતા વધુ વ્યાજ વસુલ્યા બાદ પઠાણી ઉઘરાણી કરતા હતા. વ્યાજખોરથી કંટાળી વરાછા પોલીસ મથકે કારખાનેદારે ફરિયાદ નોંધાવી હતી.

આરોપીને સૌરાષ્ટ્રના રાજુલાથી પકડી પાડ્યો હતો.
ફરિયાદી ભાવેશને પઠાણી ઉઘરાણી સાથે માર પણ મારવામાં આવ્યો હતો.
ભાવેશ મકવાણાએ ફરિયાદ આપતા પોલીસે આરોપી કમલેશ હડિયાની ધરપકડ કરી.







