નર્મદા આમલેઠા પો.સ્ટે.મા એન.ડી.પી.એસ.ના ગુનામા વોન્ટેડ રીઢા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

સુરત શહેર હદ વિસ્તારમા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી બહાર બીજા રાજયો/જીલ્લાઓમાં ગુનાઓ આચરી સુરત શહેરમાં આવીને રહેતા હોય તેવા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીનાઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમા હતા.

દરમ્યાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભુત બાતમી હકીકત આધારે લસકાણા ડાયમંડનગર નજીકથી આરોપી:- સંતોષ ઉર્ફે શાપા ઉર્ફે સાપ ઉર્ફે સરફરાઝ ઉર્ફે પપ્પુ ઉર્ફે સુશાંત s/0 ઈશ્વરભાઈ પરીડા ઉ.વ.૩૨ ધંધો-બેકાર, રહેવાસી. એ/૫૪, પટેલ ટાઉનશીપ કામરેજ સ્મશાન ભુમીની બાજુમાં કામરેજ ગામ તા. કામરેજ જી.સુરત. મુળ રહેવાસી. ગામ-મથ્થબરીડા, પોસ્ટ,-બરીડા, થાના-બેગુનીયાપાડા જી.ગંજામ.(ઓરીસ્સા)નાને પકડી પાડવામાં આવેલ છે. મજકુર આરોપી નીચે મુજબના ગુનામા વોન્ટેડ હોય તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

નર્મદા આમલેઠા પો.સ્ટે. ફરીયાદ નંબર-૦૨૭૧/૨૦૨૫ નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનીયમ કલમ-૮(સી), ૨૦ મુજબ . (૨૯ કિલો ગાંજોનો જથ્થો કિ.રૂ.૨,૯૧,૫૯૦/-)

 

ઉપરોક્ત ગુનામા હકીકત એવીરીતની છે કે, તા.૨૯/૦૩/૨૦૨૫ ના રોજ એસ.ઓ.જી.નર્મદા જીલ્લાના પોલીસ માણસોએ મળેલ હકીકત આધારે નર્મદા નવારાજુવાડીયા ગામ નજીકથી એક મારૂતી સેલેરીયો કારમાં દેવદત્ત પુરી નામના ઈસમને પકડી પાડી કારમાંથી ૨૯ કિલો ૧૫૯ ગ્રામ ગાંજો કિ.રૂ.૨,૯૧,૫૯૦/- ના મત્તાનો જથ્થો પકડી પાડેલ હતો. જે ગુનાની તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો હાલ પકડાયેલ આરોપીએ મોકલાવેલ હોવાનુ ખુલવા પામેલ હતુ. જેથી તેને ગુનાની તપાસ દરમિયાન વોન્ટેડ બતાવવામાં આવેલ હતો. સદર ગુનો નોંધાયા બાદ આરોપી આજદિન સુધી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. દરમિયાન આજરોજ સંતોષ ઉર્ફે શાપા સુરત શહેરમાં આવેલ હોવાની હકીકત ખાનગી બાતમીદાર મારફતે મળી આવતા ક્રાઈમબ્રાંચ દ્રારા તેને પકડી પાડવામાં આવેલ.

 

 

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ