
સને-૨૦૨૩ ની સાલમાં સુરત ગ્રામ્ય, કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં બાળ કીશોરના કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ.


હાલ ચાલી રહેલ હિન્દુઓના પવિત્ર શ્રાવણ મહિનાના ધાર્મીક તહેવારો અને ઉત્સવ અન્વયે સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા તેમજ પેરોલ/ફર્લો રજા ઉપરથી ફરાર થઇ ગયેલ આરોપીઓ શોધી જેલ હવાલે કરવા માટે પોલીસ કમિશ્નરશ્રી, સુરત શહેર નાઓએ આપેલ આદેશ અન્વયે સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી, ક્રાઇમ તેમજ નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ક્રાઇમ નાઓની સુચના અને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ડી.સી.બી. પો.સ્ટે. નાઓની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા તેઓની ટીમના પો.માણસો વર્ક આઉટમાં હતા.
દરમ્યાન આર્મસ એકટ સ્કોડના પોલીસ માણસોને આધારભુત માહિતી મળેલ કે, “સુરત ગ્રામ્ય, કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં સને-૨૦૨૩ ની સાલમાં બાળ કીશોરના કીડનેપીંગ વિથ મર્ડરનો ચકચારી ગુનો બનવા પામેલ હતો જે ગુનામાં મુખ્ય સુત્રધાર આરોપીઓ ગૌતમ ઉર્ફે મોનુ યાદવ અને વિનાયક ઉર્ફે સોનુ યાદવ જે બંન્ને સગા ભાઇઓ છે તેઓએ ગત વર્ષે નામદાર હાઇકોર્ટમાં પરીવાર માટે નાણાકીય સગવડ કરવા સબબના કારણો રજુ કરી દિન-૭ ના વચગાળાના જામીન મેળવેલ તે બાદ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે હાજર ન થઇ ફરાર થઇ ગયેલ છે. આ બંન્ને આરોપી ભાઇઓ પૈકી ગૌતમ ઉર્ફે મોનુ યાદવ હાલમાં રાજસ્થાનના પાલી જીલ્લાના સાદરીગામ વિસ્તારમાં અને આરોપી વિનાયક ઉર્ફે સોનુ યાદવ હાલમાં ઉત્તરપ્રદેશના બનારસ જીલ્લાના કછવા બજાર વિસ્તારમાં છુપાયને રહે છે.” જે આધારભુત બાતમી હકીકત આધારે ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારી/માણસોની બે અલગ અલગ ટુકડીઓ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ખાતે જવા રવાના થયેલ હતી.
રાજસ્થાન/ઉત્તરપ્રદેશ ખાતે ક્રાઇમ બ્રાંચની પોલીસ ટુકડી બાતમી હકીકત વાળા વિસ્તારમાં પહોંચી ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વેશ ધારણ કરી મજકુર આરોપીઓનું પગેરૂ દબાવવા સારૂ અંગત હ્યુમન સ્ત્રોત ઉભા કરી મજકુર બંન્ને આરોપીઓને રાજસ્થાન/ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અત્રે સુરત ખાતે લઇ આવી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ કરેલ છે.






