
આવતીકાલે તારીખ 22/12/2023 ના રોજ સુરત જિલ્લા બાર એસોસિઅન ની ચૂંટણી થવા જઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૂરત બાર કાઉન્સિલ ની ચૂંટણી માં હજુ સુધી કોઈ મહિલા ઉમેદવારે પ્રમુખ પદ શોભાવ્યું નથી.

ચાલુ વર્ષે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેજા હેથળ સંસદ માં મહિલા અનામત વિધેયક પારીત થયું છે. મહિલા સશક્તિકરણ ની ઘણી વાતો થાય છે. મહિલા ને પુરુષ સમોવડી બનાવવા ની પણ વાતો થાય છે. પરંતુ સમાજનો એક પ્રબુદ્ધ ભણેલો ગણેલો વર્ગ ધારાશાસ્ત્રી વર્ગ શું આ વખતે ચૂંટણી માં મહિલા ને આ મોકો આપશે? ઇતિહાસ બદલાશે? કે પછી એજ જૂની પદ્ધતિ પુરુષ સમોવડી નહિ. પરંતુ, મહિલા પુરુષ થી એક પાયદાન નીચેજ રહેશે?
જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ પાનવાલા ની સુપુત્રી બાહોશ અને નીડર એડવોકેટ હિરલ પાનવાળાએ પુરુષ પ્રભૂતવ વાળું 4600 સભ્યો નું એસોસિએશનનું પ્રભુત્વ પ્રાપ્ત થશે? આમ તો પ્રમુખ પદ ના ત્રણે દાવેદારો નો એક મુદ્દો સ્પષ્ટ છે કે કોર્ટ જીઆવ-બુડિયા નહિ લઇ જવી જોઈએ, હાલ જ્યાં છે ત્યાંજ કાર્યરત રહે.
પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે વાત સ્ત્રી ને પુરુષ સમક્ષ બનાવવાની છે. શું મહિલા અનામત માટે એલ.આર. ની સીટ રિઝર્વ રાખવી એ મહત્વનું છે કે મહિલા ને પ્રાધાન્ય અપાય તે ? નક્કી તો વકીલ મંડળના સભ્યોજ કરશે. તમામ ઉમેદવાર સારા જ છે. ઉદય પટેલ અને ટર્મીશ કણીયા પણ અહીં મુદ્દો એ નથી.
આ વખતે સૌરાષ્ટ્રના ઉમેદવાર નહિ હોય બાર પ્રમુખના ત્રિ-પાંખિયા જંગમાં સૌરાષ્ટ્રીયન વકીલોનો મતો તથા મહીલા વકીલોના મતો ચુંટણીમાં નિર્ણાયક સાબિત થશે.
મિત્રો જોઈએ કાલે આ ત્રણ દાવેદારો પૈકી કોની પસંદગી થાય છે.






