Due To Heart Attack Teacher Died In Rajkot

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

Heart Attack:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે સુરતમાં હાર્ટ અટેકથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

રાજકોટમાં પણ હાર્ટ અટેકે વધુ એક વ્યક્તિએ  જીવ ગુમાવ્યો છે.  નાગેશ્વર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય શિક્ષકનું  હાર્ટ અટેક બાદ  મોત થયું છે. એકાએક હૃદય બંધ પડી જતાં  તેઓ ઢળી પડ્યાં હતા. તેઓ કચ્છની નવોદય વિદ્યાલય ખાતે ફરજ બજાવતા હતા. રાજકોટ શહેરમાં રોજે રોજ એક કે બે વ્યક્તિઓના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. જેને લોકોમાં ચિંતા વધારી છે.

સુરતમાં હાર્ટ અટેકથી  વધુ એક  વ્યક્તિનું મોત થયું છે. રાંદેર ના 40 વર્ષીય બાબુ ભાઈ પરમારનું હાર્ટ અટેકથી મોત થયું છે. તેમને હાર્ટ અટેક આવતા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફરજ પર હાજર ડોક્ટરે તેમને  મૃત જાહેર કર્યા હતા. મોતનું  સ્પષ્ટ કારણ  પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળશે.

વડોદરામાં 32 વર્ષીય નયન કુમારનુ હાર્ટ અટેકથી મોત થયું હતું. હાર્ટ અટેકના કારણે બેન્ક કર્મચારી એવા નયન કુમારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. બાજવા રોડના ગિરિરાજ નગરમાં રહેતા 32 વર્ષીય નયનકુમાર પટેલને દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ગભરામણ બાદ વોમિટિંગ થઈ હતી. બાદમાં મિત્રો સયાજી હોસ્પિટલ લઈ ગયા જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું નીપજ્યું મોત નીપજ્યું હતું

બનાસકાંઠાના પાલનપુરમાં ગઇકાલે હાર્ટ અટેકના કારણે 23 વર્ષીય યુવકનું મોત થયું હતું. તે ગાડીમાં નાસ્તો બનાવી પરિવારનું ગુજરાત ચલાવતો હતો. નમન સિસોદિયા નામનો યુવક નાસ્તો વેચતા વેચતા અચાનક ઢળી પડ્યો હતો. જેને પગલે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

નર્મદાના ડેડીયાપાડાના 28 વર્ષીય યુવક નરેશ વસાવાનું પણ  હાર્ટ અટેકથી મોત થયું હતું. રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે વલસાડ જિલ્લામાં 28 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. નર્મદાના ડેડીયાપાડાનો  28 વર્ષીય યુવક હોટેલમાં વેઇટરનું કામ કરતો હતો. તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા 108 બોલાવી હતી. જો કે 108 ના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક રીતે હાર્ટ એટેકથી મોતનું તારણ તબીબે વ્યક્ત કર્યું છે. મોતનું સાચું કારણ જાણવા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

 

Source link

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ