
સુરત શહેર ના ઉધના, ખરવરનગર નહેર પાસે આવેલ માઈલસ્ટોન કેનાલ પોઇન્ટ નામના કોમર્સીઅલ કોમ્પ્લેક્સ મા કોઈ દુકાન માં મુલાકાતે આવે મુલાકાતીઓ પાસે પણ વાહન પાર્કિંગ નો ચાર્જ વસૂલાય છે. એટલેકે બજાજ ચેતક ના શો રૂમ માં જાઓ કે બિલ્ડિગ માં કોઈ ઓફિસે જાઓ તમારે મુલાકાતીઓ માટે ના પાર્કિંગ માં વાહન મુકવા માટે પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. કદાચ કાલે ઉઠીને લિફ્ટ વપરાશ નો ચાર્જ પણ શરુ નહિ કરી દે તો નવાઈ નહિ.

પાર્કિંગ હેન્ડલ કરતા સાથે તો એમ પણ કોઈ માથાકૂટ કરવાનીજ ના હોય કેમ કે સર્વિસ સોસાયટી એ નિયમ બનાવ્યો છે. એટલે એમને તો એમની ફરજ બજાવવી જ પડે. તો શું? કેનલ પોઇન્ટ કો.ઓ. કોમર્શિયલ સર્વિસ સોસાયટી લી. એટલી બધી આવી થાકી છે ? કે પછી એટલી પણ આવક ની જગ્યા છોડવા નહિ માંગતા હોય?
હા એક વાત માની શકાય કે ત્યાં ના પાર્કિંગમા વાહન મૂકી ને કોઈ અન્ય કોમ્પ્લેક્ષ મા જઈએ, અગર ફરવા જતા રહીએ તો તમે ચાર્જ વસૂલી શકો. પરંતુ તેજ કોમ્પ્લેક્સ મા કોઈ દુકાને જઈએ કે હોસ્પિટલ જઈએ તો શેના માટે પાર્કિંગ ચાર્જ આપવો પડે? પાર્કિંગ એ બિલ્ડીંગ ની ફરજ અને જવાબદારી બંને છે.
આમ પાર્કિંગ ચાર્જ વસુલતા રહેશે તો કાલ ઉઠી ને બીજા કોમ્લેક્સ વાળા પણ આવુજ કરશે. આ તદ્દન અયોગ્ય બાબાત છે અને આવો ચાર્જ વસૂલવો નહીંજ જોઈએ. આજ બિલ્ડીંગ આદિત્ય બિરલા ગ્રુપ ની કપડા ની લિવા બ્રાન્ડ છે, બજાજ ચેતક ઈલેકટ્રીક વેહિકલ નો શો રૂમ છે. દવાખાના છે. અને હજુ તો સહયોગ ઇમેજિંગ ખુલી રહ્યું છે, તો શું કોઈ પેશન્ટ એમ્બ્યુલન્સ માં કે ખાનગી વાહનમા એક્સ રે, એમ આર આઈ કે સોનોગ્રાફી કરાવવા આવશે તો એમ્બ્યુલન્સ ને પેશન્ટ એ પણ આવા ચાંલ્લા ચોંટશે? સામાન્ય રીતે બિલ્ડર જયારે એક કોમર્શિયલ બિલ્ડીંગ કે રેસિડેન્સીઅલ બિલ્ડીંગ બનાવે તો તેમાં સુપર બિલ્ટઅપ ના નામે લિફ્ટ, પેસેજ, પાર્કિંગ, કોરિડોર, આવન-જાવન ના રસ્તા વિગેરે ના રૂપિયા વસૂલીજ લેતા હોય છે. અને સરકારે પણ તમામ નવા બનતા બિલ્ડિંગોમાં 40% જગ્યા બાકી રાખીનેજ બાંધકામ કરવાના હોય તેમ જણાવેલ છે જેમાં પાર્કિંગ ની સુવિધા ઉભી કરવી તે પણ એક મુળભૂત જરૂરિયાત છે. જોકે સુરત ના વીઆર મોલ માં પણ આ રીતે ચાર્જ વસુલવામાં આવે છે. શું મૂલકીશ પાસે પાર્કિગ પેટે વસુલાતો ચાર્જ યોગ્ય છે? આપણું મંતવ્ય આપશો.







