
<p>હાર્દિક પટેલ કેસમાંથી મુક્તિ માટે અરજી કરી હતી જો કે કોર્ટે તેની અરજીને ફગાવતા રાહત આપી નથી. સમગ્ર મામલાની વાત કરીએ તો હાર્દિક પટેલને પાટીદાર આંદોલન (Patidar Andolan) દરમિયાન આમરણાંત ઉપવાસ સમયે પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હતી આ મામલે તેમના સામે ફરિયાદ થઇ હતી અને તેનો કેસ ચાલી રહ્યો છે. આ મામલો ગ્રામ્ય કોર્ટે તમામ દલીલને અંતે આ નિર્ણય લેતા તેમની કેસમાંથી મુક્તિની અરજી ફગાવી છે.ઉલ્લેખનિય છે કે, વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ થઇ હતી. આ કેસનો આજે કોર્ટમાં ચુકાદો હતો</p>







