
મીશન ગ્રીન ઇન્ડિયા

આ દંપત્તિ ને તો લાખ લાખ સલામ છે, જો આ દંપત્તિ જીવન ના 20 વર્ષ સૂકી ભટ્ટ જમીનને ગ્રીન બનાવવા માટે આપી શકે તો શું આપણે જીવન નો એક મહિનો ( તૂટક તૂટક 30 દિવસ અને વિભાજીત 24 કલાક ) નહિ આપી શકીએ ભારત ને ગ્રીન બનાવવા માટે ?
હું ધવલ પચ્ચીગર મિત્રમ ન્યૂઝ તરફથી મારો અને મારી ટીમનો પૂર્ણ સહકાર અને સમર્થન રહેશે આ મિશન ને પાર પાડવા માટે, શું આપ આપશો અમને આ બાબતે સહકાર ? મારો મોબાઇએલ નંબર : 9374587377
શું છે આ મીશન ગ્રીન ઇન્ડિયા ?
મીશન ગ્રીન ઈંડિયા વિષે માહિતી આપતા જીગ્નેશ વટાલિયા એ જણવ્યું કે 50 થી 60 મિત્રોની એક ટીમે ઇન્ડિયા ને ગ્રીન કરવા કંઇક વિચાર્યું છે. એક ઉત્તમ મીશન શરુ કર્યું છે. જે હાલની અને આવનારી પેઢી માટે અનીવાર્ય બની ચુક્યો છે.
મીશન છે તે એ કે આપણે દરેક ભારતીય એક થઇને ઓછામા ઓછો એક છોડ (વૃક્ષ) વાવીએ. આપણા દેશની જેટલી વસ્તી છે, તેટલા છોડ વાવીએ એટલે કે, 140 કરોડ છોડ થાય તે પણ એક જ દિવસ માં. જે પોતાના માં એક વિશ્વ રેકોર્ડ પણ છે.
આપણે સૌ 11 ઓગસ્ટ ના દિવસે આપણે દરેક ઓછામાં ઓછો એક છોડ વાવી અને ઇન્ડિયા ને ગ્રીન બનાવવામાં યોગદાન આપીશું.
આ મીશનને આગળ વધારવા ઑનલાઇન મેમ્બશીપ અને લિડરશીપ ફોર્મ ભરવામા આવશે. દરેક રાજ્યમા 5000 લોકોની ટિમ તૈયાર કરવામા આવશે . અને ઓછામા ઑછા 10000 સેમીનાર જે ઓનલાઇન અને ઑફલાઈન યોજવામા આવશે. નાની મોટી સેવાભાવી સંસ્થાઓ ની મદદથી લોકોને જાગ્રુત કરવામા આવશે.

આ મીશન ને લોકો ગંભીરતા થી લઇ રહ્યા છે અને આ ટીમે ઉઠાવેલી આ સરસ ઝુંબેશમા લોકો જોડાઇ રહ્યા છે. જેના ભાગ રુપે તારીખ 8-02-2024 ના રોજ સાંજે 9:15 ના સમયે એક સેમીનાર યોજવામા આવ્યો હતો , જેમા મુખ્ય મહેમાન તરીકે ગ્રીન આર્મી ના સ્થાપક શ્રી વીપુલભાઇ સાવલીયા જોડાયા હતા અને અન્ય સમાજ સેવકો પણ જોડાયા હતા. દરેક લોકોનો અભીપ્રાય લેવામા આવ્યો અને આ પ્રોજેક્ટને કઇ રીતે આગળ વધારવો એ યોજનાઓ નક્કી કરાઇ હતી.

આ ઉપરાંત, પ્રસિદ્ધ લોકો જેવા કે ફિલ્મ સ્ટાર, રમતવીરો રાજનૈતીક લોકો ની મદદથી દરેક ભારતીયો સુધી આ સંદેશ પહોચાડવામા આવશે. દરેક રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી આ પ્રોજેક્ટને પાર પાડવામા આવશે.
આજના આ સાઇન્સ યુગમાં માણસ હરણફાળ ભરી રહ્યો છે પણ ક્યાક ને ક્યાક આપણે સૌ આ કુદરતને નુકશાન પહોચાડી રહ્યા છીએ . આપણે જોઇએ છીએ કે જેના દુષપરીણામો નો શીકાર આજે ઘણા લોકો બની રહ્યા છે. અને આ પરીણામો નો શીકાર આપણે અને આપણી આવનારી પેઢી બની શકે છૅ . તો આવો આપણે અને આપણી આવનારી પેઢી આ દુષપરીણામનો શિકાર ન બને એટલા માટે આજે જ પ્રયાસ ચાલુ કરીએ અને આ ગ્રિન ઇન્ડિયા પ્રોજેક્ટને જન જન સુધી લઇ જઇએ. વિશ્વમા રેકોર્ડ કરીને વિશ્વને સંદેશ આપીએ કે અમે ભારતીયો આ સાઇન્સના યુગ માં પણ કુદરત પ્રત્યે કેટલા ગંભીર છીએ.
“તો આવો એક છોડ વાવવાના ઉત્સવને 11 ઓગસ્ટ ના રોજ છોડ વાવીને ઉજવીએ.”







1 thought on “મીશન ગ્રીન ઈંડિયા. ( આજથી તારીખ નોંધી લો 11/08/2024 )”
मै सूरत पर्यावरण संरक्षण गतिविधि वृक्ष प्रमुख सूर्यकांत अग्रवाल उम्र 72 वर्ष काफी वर्ष से वृक्षारोपण कर रहा हूं मेरा लक्ष्य एक लाख तुलसी एवं एवं 5000 वृक्ष प्रति वर्ष लगाने का रहता है
मेरा अनुभव है लोग वृक्ष तो काफी उत्साह से लगाते हैं लेकिन उनकी सुरक्षा नहीं करते इस पर हमे विशेष ध्यान देना है एवं शहरों में पेड़ ज्यादा लगाना चाहिये