
વિક્રમ સંવત 2080, કારતક સુદ દશમ.

ક્રાઈમ બ્રાન્ચએ બે ઘરફોડ ચોરી કરનારા રીઢા આરોપીઓની ધરપકડ કરી
દિવાળીના સમયે રાત્રીના સમયે ઘરોના તાળા તોડી ચોરીના ગુન્હાને અંજામ આપતાં હતા
બે મોટા પેચીયા તેમજ નાની બેટરી સાથે રાખી અલગ અલગ વિસ્તારમાં સૌ પ્રથમ વખત રેકી કરતા હતા
રાત્રિના સમય દરમિયાન ચોરીના ગુન્હાને અંજામ આપતાં હતા
મુખ્ય આરોપી ભુપત કરશનભાઇ વરાલીયાએ આ હીરાની ઓફિસ માંથી 10 લાખ રૂપિયાના હીરાની પણ ચોરી કરી છે
ઉપરાંત કતારગામ, કાપોદ્રા, ચોકબજાર અને સુરત જિલ્લાની મહુવા અને બારડોલી માંથી પણ ચોરી કરે છે
તેની ઉપર 2001 થી અત્યાર સુધી કુલ 37 ઘરો, હીરાની ઓફિસો માંથી ચોરી કરી હતી






