

વોર્ડ નં 17 ના કોર્પોરેટર સ્વાતિ કયાડા ના માર્ગદર્શન હેઠળ ગજાનંદ સોસાયટી માં પ્રજાપિતા ભ્રમ્હકુમારીસ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વરાછા ના ઉપક્રમે જન જળ અભિયાન અંતર્ગત પરિસંવાદ કાર્યક્રમ યોજાયેલ . આ કાર્યક્રમ માં સોસાયટીના પ્રમુખ નારાયણભાઈ તેમજ સોસાયટીના સભ્યો હાજર રહયા હતા જેમને જળ ની મહત્તા વિષે અવગત કરવામાં આવ્યા.

પૃથ્વી પર 71% ભાગમાં પાણી આવેલ છે, તેથી પૃથ્વીને ‘Blue Planet’ પણ કહેવામાં આવે છે. આ પૃથ્વી પર જે 71% પાણી છે તેમાથી 97.2% પાણી દરિયામાં આવેલું છે. જે પીવા યોગ્ય નથી. આ ધરતી પર 2.15% પાણી બરફરૂપે રહેલ છે. 0.61% પાણી ભૂગર્ભમાં રહેલ છે. પૃથ્વી પર આવેલ જળાશયોમાં 0.009% પીવાલાયક પાણી રહેલ છે. 0.008% આંતરિક સમુદ્રમાં, માટીમાં ભેજના સ્વરૂપે 0.005%, વાતાવરણમાં ભેજ સ્વરૂપે 0.001% તથા નદીઓમાં 0.001% પાણી આવેલ છે.
પાણી ખુબ મૂલ્યવાન પ્રાકૃતિક સંપત્તિ છે, પાણી વગર જીવન અશક્ય સમાન છે, તો આ પાણી નો દુર્વ્યય ના થાય, જરૂરિયાત મુજબ નો ઉપાયોગ કરવામાં આવે અને આ જળ ભવિષ્યની
પેઢી માટે પણ બચે તેથી આજેજ જાગવાની જરૂર છે.
બધા જ જીવો માટે જીવિત રહેવા માટે વાયુ પછી પાણી બીજી સૌથી આવશ્યક જરૂરિયાત છે. પાણી પીવા માટે ઉપયોગી છે. તે સિવાય ન્હાવા, કપડાં–વાસણ ધોવા, ઘર-ગાડી સાફ કરવા, પશુ-પક્ષીઓને પીવા માટે, બગીચામાં છોડ તથા વૃક્ષો માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત કૃષિમાં સિંચાઇ માટે તથા ઉદ્યોગોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે.
પૃથ્વી પર જ્યારથી જીવનની શરૂઆત થઈ ત્યારથી જ પાણી ખૂબ મહત્ત્વપૂર્ણ છે તેથી આ દુનિયાની મોટા ભાગની સંસ્કૃતિ નદીને કિનારે વિકસી હતી. ભારતના મોટા ભાગના શહેરો પણ નદીને કિનારે જ આવેલા છે. આ શહેરોના વિકાસમાં નદીઓનો મહત્ત્વનો ફાળો છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે દર વર્ષે 22, માર્ચના દિવસે ‘વિશ્વ જળ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પાણી ખુબ મૂલ્યવાન પ્રાકૃતિક સંપત્તિ છે, પાણી વગર જીવન અશક્ય સમાન છે, તો આ પાણી નો દુર્વ્યય ના થાય, જરૂરિયાત મુજબ નો ઉપાયોગ કરવામાં આવે અને આ જળ ભવિષ્યની પેઢી માટે પણ બચે તેથી આજેજ જાગવાની જરૂર છે.






