
સુરત શહેર સમગ્ર દેશ માં સ્વચ્છતા માં પ્રથમ ક્રમાંકે આવ્યું છે, આ ક્રમાંક જાળવી રાખવો તે જવાબદારી સુરત મનપા ના અધિકારીઓ, સફાઈ કર્મીઓ ની સાથે શહેર ના નાગરિકો ની પણ છે. આ ના ઉપલક્ષયમા હાલ લગ્ન સારા ની સીઝન છે જેમાં ખાસ કરીને વરઘોડામાં ડીજે ના તાલ સાથે પેપર ની કાપી ઉડાવવા નો ટ્રેન્ડ વધ્યો છે, જે પછી થી કચરા નું સ્વરૂપ લેય છે અને આ અંગે શહેરમાં વરાછા, લીંબાયત, પાલ જેવા વિસ્તારોમાં વરઘોડા મનપા અધિકારીઓ દ્વારા દંડાયા પણ છે.


સામે આવતી એક તસ્વીર કતારગામ આંબાતલાવડી રોડ ઉપર ની છે જ્યા વડિલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો. લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને કે કાગળના ટુકડા ઉડાડીને રોડ ઉપર કચરો કરવા બદલ સુરત મ્યુનિ. દંડ વસુલવાનું શરૂ કર્યું છે. જેથી હવે જાનૈયા જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે. આવી જાગૃતિ સુરતનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ બનશે. જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વખાણી હતી.
મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, જાણીને ખૂબ આનંદ થયો. સુરત મહાનગરપાલિકાની વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતા કરી હતી. આ જ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું, એટલેજ કહ્યું ભય વિના પ્રીતિ નથી. સાચું ને મિત્રો ?






