

માનનીય સુપ્રીમ કોર્ટ ના આદેશ અનુસાર રખડતા શ્વાનો નો જીવ હવે લઇ શકાતો નથી .પરંતુ શું માનવ જીવન ની કોઈ કિંમત નથી? છેલ્લા ઘણા સમય થી શહેર માં અલગ અલગ ઠેકાણે રખડતા શ્વાનો નો આતંક વધી રહ્યો છે. શું આ દિશા માં સુરત મહાનગર પાલિકા દ્વારા કોઈ પગલાં લેવાશે?

એમ તો રસીકરણ અને ખસીકરણ ના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ છે એમ છતાં સુરત સિવિલ હોસ્પિટલ માં દૈનિક 20 થી 25 કેસો કુતરા કરડવાના નોંધાતા હોય છે. શું આ પણ કોઈક કૌભાંડ તો નથી ને.

અગાઉ ભેસ્તાનના ગણેશ નગરમા ઘર બહાર રમતી 6 વર્ષીય બાળકી ઉપર કુતરા એ હમલો કરેલ ,પાંડેસરા માં 9 વર્ષીય બાળક ઉપર શ્વાને હુમલો કરેલ એજ રીતે આજ રોજ પાંડેસરા માં 14 વર્ષિય ગણેશ કહાર સંબંધી ને ઘરે એની માતા સાથે જઈ રહેલ ત્યારે શ્વાન કરડ્યું. ઘણા કિસ્સા તો મીડિયા સુધી આવતા પણ નથી પરંતુ વારે ઘડીયે બનતા આવા ડોગ બાઈટ ના કિસ્સા થી લોકો ત્રસ્ત છે અને આ બાબતે લોકો અત્યંન્ત આક્રોસીત છે તથા ડોગ બાઈટ મુદ્દે સુરત મનપા દ્વારા યોગ્ય પગલાં લેવાઈ તેવી માંગ કરી રહયા છે.







