
આમ આદમી પાર્ટી એ અમદાવાદ મુકામે પ્રેસકોન્ફરન્સ યોજી મહત્વની જાણકારી આપી.

તેમણે કહ્યું કે તારીખ 7મી જાન્યુઆરી ના રોજ આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવશે અને ચૈતર વસાવા ની વિધાનસભા વિસ્તાર ડેડીયાપાડા ના કાર્યકર્તાઓની માંગ ને માન આપી એક વિશાલ જનસભા ને સંબોધિત કરશે.
તેમણે ઉમેર્યું કે ચૈતર વસાવા આગામી લોકસભા ની ચૂંટણી માં ભાજપ ને સારી એવી ટક્કર આપી શકે એમ છે, ચૈતર ભાઈ તેમના વિસ્તાર માં સારી એવી લોકચાહના પ્રાપ્ત કરેલ છે અને લોકો ના દિલ માં વસે છે માટે તેમને આગામી લોકસભા ચૂંટણી થી દૂર રાખવા માટે વભાજપ ની જે નીતિ રીતિ છે કે ક્યાં તો આવા સક્ષમ નેતા ને ભાજપ માં જોડો અને ના જોડાઈ તો યેનકેન પ્રકારે તેને તોડો. આ નીતિ અંતર્ગત ચૈતરભાઈ ને ખોટા કેસ માં ફસાવ્યા છે.
તેમને એમ પણ કહ્યું કે જે કોઈ સાંસદ ધારાસભ્ય નરેન્દ્ર મોદી નો વિરોધ કરે કે પ્રશ્ન પૂછે તો ક્યાં તો તેમને સભ્યપદે થી સસ્પેન્ડ કરી દેવા ક્યાં તો જેલ માં પુરી દેવા.
લગભગ આવીજ નીતિ સમગ્ર દેશ માં તેમણે અપનાવી છે, આમ જોતા એવું લાગે છે કે તેઓ પ્રજા તંત્ર ને સમાપ્ત કરવા બેઠા છે.
ગુજરાત ની જનતાએ વિધાનસભા માં ભાજપા ને ભારી બહુમત થી જીતાડ્યા, પરંતુ ગુજરાત ની પ્રજા ના પ્રશ્નો જેમને તેમ જ છે, ખેડૂતોની સમસ્યા , યુવા ઓ ને રોજગારની સમસ્યા વગેરે મુદ્દા ઉપર તેમને કોઇ પ્રકાર નું કામ કરવું નથી. તેમને ફક્ત ચૂંટણી જીતવા માજ રસ છે અને જો ન જીતી શકીયે તો બીજી પાર્ટી ના જીતેલા ઉમેદવાર ને સામ, દામ, દંડ, ભેદ ની નીતિ અપનાવી પાડી દેવા અથવા તો પોતાની પાર્ટી માં ભેળવી દેવા.
જયારે આમ આદમી પાર્ટી પ્રજા લક્ષી મુદ્દાઓ ને લઇ ને ચાલનારી પાર્ટી છે, ગુજરાત ની જાનતાએ તેમનું મન બનાવી લીધું છે અને આ વખતે બદલાવ અવશ્ય આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. આમ આદમી પાર્ટી સંઘર્ષ સતત ચાલુ રાખશે.
ઇન્ડિયા એલાયન્સ બાબતે પૂછતાં તમને જણાવ્યું કે એરલાઇન્સ સારી રીતે આગળ વધે છે,






