
જેમને જે કહેવું હોય એ કહે, પરંતુ, આઝાદી પછી ખુજ ભાગ્યે જોવા મળતા લોકસેવક જન પ્રતિનિધિ માના એક એટલે સુરત વોર્ડ નં 17 ના કોર્પોરેટર શ્રી રચના હિરપરા.

જ્યારથી આમ આદમી પાર્ટી સુરત મહાનગર પાલિકા માં વિપક્ષ ની ભૂમિકા માં આવી ત્યારથી આપ પાર્ટીના એમ જોઈએ તો લગભગ બધાજ કોર્પોરેટર શ્રી એ લોકાભિમુખ અભિગમ રાખી કાર્ય કરેલ છે, અને પ્રજાના પ્રશ્નોને એક ની ને બીજી રીતે વાચા આપી નિકારકરણ થાય તેમ કાર્ય કર્યા છે. પરંતુ, લોકોને સારી અને સુચારુ રૂપે આરોગ્ય સેવા મળતી રહે તે માટે સતત પ્રયત્નશીલ એવા વિપક્ષ ના દંડક રચના હિરપરાએ પોતાનું જીવન જાણે સ્મીમેર ના દર્દીઓને સમર્પિત કરી દીધું છે. સ્મીમેર હોસ્પિટલ માં સટાફ ની અપૂરતી સેવા કે અછત ની બાબત હોય, બંધ પડેલ મશીનરી ને ત્વરિત શરૂકરવવા ની કામગીરી હોય, જરૂર હોય તો નવી મશીનરી સવેળા હોસ્પિટલ માં આવે અને એની સેવા નો લાભ પ્રજા ને સમય સર મળી રહે તે દિશામાં કાર્યરત રહયા છે. દર્દીઓની સેવા હોય તો તેમાં પણ તેઓ અગ્રેસર રહયા છે. ડોક્ટરો સાથે સંકલન નું કાર્ય હોય તેમને ક્યારેય પાછી પાની નથી કરી.
મોડી રાત હોય તો પણ તેમણે ક્યારેય સેવા કાર્ય માટે ના નથી પાડી કે નથી કોઈ સાથે ઉદ્યત ભાષા માં વાત કરી, હાલમાં પણ સ્મીમેર હોસ્પિટલ માં દર્દી સાથે સેવા આપતા હોય તેવો ફોટો સામે આવ્યો છે. તેમના વિનમ્ર,મૃદુ અને નિસ્વાર્થ સેવાભાવ ના સ્વભાવ થી તેમણે લોકો ના હૃદય માં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આમ, આવી આગવી લાક્ષણીતા અને કાર્ય પદ્ધતિને લીધે કોર્પોરેટોર શ્રી રચના હિરપરાએ સાચે જ “લોક સેવા એજ પ્રભુ સેવા” કથન ને યથાર્થ કર્યું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી .






