
રાંદેર પોલીસે વિદેશી દારૂ સહિત લાખોની મત્તા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરતમાં બુટલેગરો દારૂબંધીના ધજાગરા ઉડાડે છે, ત્યારે સુરતની રાંદેર પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાંદેર પોલીસે બાતમીના આધારે રાંદેર અલનુર રેસીડેન્સી પાસેથી વિદેશી દારૂના લાખઓના જથ્થા સાથે રાંદેર તાડવાડી ખાતે રહેતા કેયુર ઉર્ફે બબન જયવદન મોદીને ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી દારૂનો જથ્થો, મોબાઈલ અને રોકડ મળી 2 લાખ 30 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી







