મોટા વરાછામા લુખ્ખા, અસામાજીક તત્વો બન્યા બેફામ

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

મોટાવરાછા વિસ્તારમા આવેલ આર્યન આમલેટ સેન્ટર ના માલિક અને તેમના ભાઈઓ ઉપર લુખ્ખા, અસામાજીક તત્વોનો જીવલેણ હુમલો.

મોટાવરાછામા વિસ્તારમાધારા ગેટ નંબર 02 ની સામે સુમેરુ સ્કાય રોડ, ઉપર આવેલ આર્યન આમલેટ સેન્ટર પર લુખ્ખા તત્વો ની જેમ બેફામ બની ને 3 થી 4 ઈસમો દ્વારા આર્યન આમલેટ સેન્ટર ના માલિક અને તેમના ભાઈઓ પર જીવલેણ હુમલો.

 

આર્યન આમલેટ ના માલિક સંજયભાઈ ને 3 ઈસમો દ્વારા પહેલા લોહીલુહાણ કરી દેતા એમના દ્વારા પોલીસ ને બોલાવવા માં આવી હતી.

ત્યાં થી એ ઈસમો ફરાર થઈ ગયા. લોહી લુહાણ હાલત માં સંજય ભાઈ ને હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. જેવા ત્યાં થી પોલીસ વાન નીકળી કે તરત જ ફરી એ લૂખા અસામાજિક તત્વો  એના ભાઈયો ઉપર પણ જીવલેણ હુમલો કરી દિધો. એ બે ભાઇને તો રસ્તા માં દોડાવી દોડાવી ને જાહેર રસ્તામાં લોહી લુહાણ કરી દીધેલ. ફરી પોલીસ ને બોલાવતા ફરી એ ઈસમો ફરાર થઈ ગયેલ. એ માટે પોલીસ FIR પર કરવામા આવી છે. પોલીસ ને એ ઈસમો ની સચોટ મહિત મોબાઈલ નંબર સાથે આપી દેવામા આવી છે. ત્યાં ના આજુબાજુના CCTV કેમેરામા પણ એ ઈસમો આવી ગયા છે, તોપણ હમણાં સુધી એ ઈસમો ને કાઈ પણ કરવામાં આવ્યું નથી.  અને એ ઈસમો ની હજી સુધી ધરપકડ કે અટકાયત પણ કરવામાં નથી આવી.. પોલીસ તંત્ર દ્વારા એ ઈસમો ને બચાવમાં આવી રહિય્યા છે. જો આવા ઈસમો હજી પણ પકડાયા નથી કે જે ઈસમો ખુલ્લેઆમ ચપ્પુ બતાવી અને રસ્તામાં જાહેરમા દોડાવી દોડાવી ને જીવલેણ હુમલો કરી શકે તો શું આ ઇમસો કોઈ ને જાન થી ના મારી શકે?

હજી પણ સંજય ભાઈ શોકમા છે, કે બધી માહિતી આપી દીધી હોવા છતાં પણ એ ઈસમો ની ધરપકડ કરવામા કેમ નથી આવી કે પોલીસ તંત્ર ને કોઈ માહિતી કેમ મળી નથી. કાં તો પોલીસ ખાતું ગુન્હેગાર ને છાવરી રહ્યું છે કે શું?


 

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ