
ભિીમરાડમા રસ્તો ઓળંગતા વૃદ્ધાને ડમ્પર ચાલકે અડફેટે લેતા મોત થયું હતું. અલથાણ-ભીમરાડ રોડ ખાતે આવેલ ઓલિવા પ્રાઈડમાં પૂજાદેવી વિષ્ણુદેવ પ્રસાદ (ઉ.વ.૬૨) બે સંતાન

પૂજાદેવી તેમની પુત્રીના પુત્ર આહાનને ફૂટબોલ કલાસ પર મૂકવા માટે ગયા હતા. આહાનને ક્લાસ પર મૂકીને પૂજાદેવી ચાલતા-ચાલતા ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે રઘુવીર સફોર્ન બિલ્ડિંગ પાસે ડમ્પર ચાલકે પૂજાદેવીને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે પૂજાદેવીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવ અંગ પોલીસે તપાસ હાથ ધરી છે.







