પતિ દ્વારા પત્નીને દિકરીઓ પર ત્રાસ આચરી કાઢી મુકેલ પતિની પત્ની વિરુધ્ધ છુટાછેડાની અરજી રદ   

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

પતિ દ્વારા પત્નીને દિકરીઓ પર ત્રાસ આચરી કાઢી મુકેલ પતિની પત્ની વિરુધ્ધ છુટાછેડાની અરજી રદ

પતિ નામે સુરજ (નામ બદલ્યું છે.) ના લગ્ન પત્ની નામે સંગીતા (નામ બદલ્યું છે. ) સાથે ૨૦૦૪ માં થયેલ પતિ ઓલપાડ મુકામે રહેતો હતો સદર લગ્ન જીવનથી તેઓને બે દીકરીનો જન્મ થયેલ.છે.

પતિના આ બીજા લગ્ન હતા આગળ પણ તેઓના છુટાછેડા થયેલ સુરજ તેના માતા-પિતાનો એકનો એક દિકરો હતો માતા- પિતા સરકારી નોકરી કરતા હતા અને સધ્ધર હતા ઘર, ગાડી, ખેતીની જમીન વિગેરે હતું પરંતુ સુરજ તથા તેના માતા-પિતા સંગીતાને ખુબ ત્રાસ આપતા જ્યારે સંગીતાએ પોતાનું લગ્ન જીવન નિભાવવું હોય લગ્ન ટકાવી રાખવાના પુરા પ્રયત્ન કરેલ. સુરજને અન્ય સ્ત્રીઓ સાથે સબંધ હોય પત્નીને રાખવા માગતો ન હોય તેને બે દિકરી સાથે ૨૦૧૧ માં કાઢી મુકેલ ના છુટકે પત્ની સંગીતાએ તેના પિયરમાં રહેવાનો વારો આવેલ જેથી સંગીતા દ્વારા ભરણપોષણના કેસો કરવામાં આવેલ અને પતિ દ્વારા ૨૦૧૮ મા પત્ની વિરુધ્ધ છુટાછેડા માટે ફેમીલી કોર્ટ સુરતમા અરજી કરવામા આવેલ આ અરજી પતિ દ્વારા પત્નીએ તેઓ પર ક્રુરતા આચરી છે અને ત્યાગ કરેલ છે. તે ગ્રાઉન્ડ પર અરજી કરવામા આવેલ ત્યારબાદ પત્ની તરફે એડવોકેટ તરીકે શ્રીમતિ જેનીશબેન ભાવસાર દ્વારા હાજર રહી સંગીતા બહેનનો બચાવ કરવામાં આવ્યો હતો 

એડવોકેટ જેનીશબેન ભાવસાર દ્વારા ધારદાર દલીલો કરવામા આવી હતી જેમા પતિ અને તેઓના માતા-પિતા દ્વારા જે ત્રાસ આપી ઉત્પીડન કરવામા આવેલ તે તમામ સાક્ષી અને પુરાવા સાથે રજુ રાખેલ જેથી અરજદાર પતિ દ્વારા કરવામાંમ આવેલ અરજી મા તેઓ પત્ની દ્વારા ક્રુરતા કરી છે તે સાબિત કરી શકેલ નહી. જેથી નામદાર પ્રિન્સીપાલ કોર્ટ શાલીની શીતલ પ્રસાદ જૈન દ્વારા હુકમ કરવામાં આવેલ જેમા તેઓ દ્વારા હુકમમા સ્પસ્ટ લખઆવેલ કે

“ તમામ પુરાવાને ધ્યાને લેતા સામાવાળા તરફથી કરવામાં આવેલ રજુ આતો અને તેના પુરાવો દ્વારા એવી હકીકત સ્પષ્ટ થાય અરજદારે પોતેજ પત્નીપર ક્રુરતા આચરેલ છે. જેથી અરજદારને પોતાનાજ દોષનો લાભ લેવા દેવામાં આવી શકે નહી જેથી અરજદારની અરજી નામંજૂર કરવામાં આવે છે.” 

આમ પતિ દ્વારા કરવામા આવેલ છુટાછેડાની અરજી રદ થતા પત્નીને પણ રાહત થયેલ.

By
એડવોકેટ અને નોટરી શ્રીમતી જેનીશબેન ભાવસાર 🙏

 

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ