
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળ્યા બાદ, ઉત્તરાખંડ પછી ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) લાગુ કરવાની મંજૂરી મેળવનાર ગુજરાત ભારતનું બીજુ રાજ્ય બન્યું


ગુજરાત વિધાનસભાએ સાડા સાત કલાકની લાંબી ચર્ચા બાદ માર્ચ મહિનામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ પસાર કર્યું, જેનાથી ઉત્તરાખંડ પછી આવો કાયદો પસાર કરનારું ગુજરાત બીજું રાજ્ય બન્યું.
રાજ્ય સરકાર યુસીસી (UCC) માટેના નિયમો જાહેર કરશે, ત્યારબાદ રાજ્યમા આ કાયદો અમલમા આવશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે UCC દરેકને સમાન અધિકારો પ્રદાન કરે છે,
વિપક્ષે આ કાયદાને “મુસ્લિમ-વિરોધી” ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે સરકારે ચૂંટણીલક્ષી લાભ માટે તેને પસાર કર્યો છે.








