ગુજરાત રેન્ટ એક્ટ–2026 એક ચિંતાનો વિષય, એડવોકેટ મયુર પટેલ.

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

હું, Adv. Mayur R.Patel, Surat, ગુજરાત રેન્ટ એક્ટ–2026 અંગે મારા વ્યક્તિગત કાયદાકીય અભિપ્રાય તરીકે જણાવવા માંગું છુ કે રેન્ટ સંબંધિત વિવાદો સામાન્ય નાગરિકના રહેઠાણ, મિલકતના હક, ભાડા અને કબજા સાથે સીધા સંકળાયેલા છે. તેથી આવા વિવાદોના નિકાલ માટેની ન્યાયિક વ્યવસ્થામા કોઈપણ મોટો ફેરફાર ખૂબ જ વિચારપૂર્વક થવો જોઈએ.

નવા કાયદા હેઠળ Rent Authority, Rent Court અને Rent Tribunal જેવી વ્યવસ્થા ઊભી કરવામા આવી રહી છે. મારા મત મુજબ, ન્યાયિક વિવાદોના નિર્ણયમા judicial safeguards, natural justice અને અસરકારક legal representation સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે અત્યંત જરૂરી છે.

મારી મુખ્ય ચિંતા એ છે કે સામાન્ય Civil Courtની jurisdictionમા થતા ફેરફાર અને નવી authority-based mechanismના કારણે litigants તથા legal practitioners બંને માટે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

વકીલ તરીકે મારી દૃષ્ટિએ માત્ર “ઝડપી ન્યાય” પૂરતો નથી; ન્યાય ઝડપી, નિષ્પક્ષ, પારદર્શક અને કાયદેસરની ન્યાયિક પ્રક્રિયા મુજબનો હોવો પણ એટલો જ જરૂરી છે.

આ ઉપરાંત, નવા કાયદાની વ્યવસ્થા અમલમા મૂકતા પહેલા pending cases, jurisdiction, appeal mechanism, limitation અને legal representation અંગે સ્પષ્ટ transitional provisions હોવા જરૂરી છે.

હું સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓને વિનંતી કરું છું કે આ કાયદાની જોગવાઈઓ અંગે Bar Associations અને practicing advocates સાથે ખુલ્લી અને અર્થપૂર્ણ ચર્ચા કરવામા આવે તથા જ્યા જરૂરી હોય ત્યાં યોગ્ય સુધારા કરવામા આવે.

મારો આ મુદ્દે વિરોધ કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ નથી. મારી રજૂઆતનો હેતુ માત્ર એટલો છે કે ગુજરાતમા Rent Law એવી વ્યવસ્થા આપે જેમા મકાન માલિક અને ભાડૂત બંનેને સરળ, ઝડપી અને ન્યાયસંગત ન્યાય મળે તથા નાગરિકોનો ન્યાયવ્યવસ્થા પરનો વિશ્વાસ વધુ મજબૂત બને.

— Adv. Mayur R. Patel

Surat, Gujarat

Leave a Comment